૧૪ દિવસ સ્કૂલો બંધ રહેતા પરીક્ષાઓ મોડી થવાથી સંચાલક મહામંડળે કરેલો નિર્ણય
અમદાવાદ,મંગળવાર રાજયની ધો.૧થી૮ અને ૯-૧૧ની સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષાઓને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોરીનાને લીધે રાજયની તમામ સ્કૂલો ૧૪ દિવસ માટે બંધ કરી દેવાઈ હોવાથી હવે પરીક્ષાઓ પાછી ઠેલાય તેમ છે. જેને લીધે નવુ સત્ર પણ મોડું શરૂ થાય તેમ છે. જેને પગલે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે આજે બેઠક કરીને સરકારને ધો.૧થી૮માં માસ પ્રમોશન આપી પરીક્ષા વગર પાસ કરી દેવા અને નવુ શૈક્ષણિક સત્ર એપ્રિલને બદલે જુન કે જુલાઈથી જ શરૂ કરવા રજૂઆત કરવાનું નક્કી કર્યું છે.'
જરૂર જણાય તો પરીક્ષાઓ વગર આગળના ધોરણમાં મોકલવામાં આવે કોરોનાને લીધે હાજરી અગાઉની જેમ સ્ટાફ-વિદ્યાર્થીઓની ફીઝિકલ હાજરી પુરવામાં આવે
શાળા સંચાલક મહામંડળની બેઠકમાં નક્કી કરવામા આવ્યુ છે કે કોરોના વાયરસ અને આગામી સંભવિત પ્રભાવને ધ્યાને રાખીને જરૂર જણાય તો રાજ્યની શાળાઓમાં લેવાય ગયેલ અર્ધવાર્ષિક અને યુનિટ પરીક્ષાઓના આધારે ધો.૧ થી 9ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી એટલે કે વાર્ષિક પરીક્ષા વગર જ પાસ કરીને આગળના વર્ગમાં મોકલી દેવામા આવે તેવી સરકારને રજૂઆત કરવી. સ્કૂલો ૩૦ માર્ચથી ખુલ્યા બાદ આગળની પરિસ્થિતિને અનુરૂપ પરીક્ષાઓ યોજવી અને કેટલી મોડી યોજવી તેને લઈને પણ અનિશ્ચિતતા હોવાથી તથા પરિણામ પણ તાકીદે આપવા તથા ધો.૫ અને 8 માં નાપાસ થતા વિદ્યાર્થીઓની પુનઃપરીક્ષા લેવા સહિતના અનેક પ્રશ્નો હોવાથી નવું શૈક્ષણિક સત્ર ૨૦ એપ્રિલને બદલે ઉનાળુ વેકેશન બાદ એટલે કે અગાઉની જેમ જુનમાં જ અથવા જુલાઈના પ્રથમ સપ્તાહમાં જ શરૂ કરવા માટે માંગ કરવી.
આ ઉપરાંત કોરોના વાયરસ સ્પર્શથી ફેલાતો હોય વિદ્યાર્થીઓ,શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની હાજરી ઓનલાઈન અને જે સંસ્થાઓમાં બાયોમેટ્રિક હોય તે બંધ કરીને ફિઝિકલ જ કરાવવી.
જે જિલ્લાની ગ્રાન્ટેડ-ખાનગી સ્કૂલોમાં ૩૦થી ઓછા વિદ્યાર્થીઓ છે તે જિલ્લાના ડીઈઓ દ્વારા જે તે વર્ગ-શાળા બંધ કરવાની સુનાવણી છેલ્લા એક મહિનાથી ચાલી રહેલ છે અને વર્ગો બંધ કરવાના હુકમો અપાયા છે ત્યારે જે ખાનગી સ્કૂલના ટ્રસ્ટને શાળા ચલાવવાની ઈચ્છા હોય અને શિક્ષકોના પગારો ભોગવવાની ઈચ્છા હોય તેવા પાસેતઈ ૩૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર બાંયધરી લઈને વર્ગ-શાળા ચાલુ રાખવા દેવા માટે પણ સરકારને રજૂઆત કરવામાં આવશે. જુની સ્કૂલો પાસેથી મેદાન-એરિયા સહીતના સ્કૂલ રેકોર્ડ માંગવામાં આવ્યા છે ત્યારે સંચાલક મંડળે સરકાર સમક્ષ નિયમમાં છુટછાટ આપી વર્ષો જુની સ્કૂલને મંજૂરી ફક્ત રીન્યુ કરવી આપવા પણ રજૂઆત કરી છે.
Kya bat hai
ReplyDelete