ગણિતના પેપરમાં અનેક પ્રશ્નો અભ્યાસક્રમ બહારના પૂછાયા હતા
સુરત : બોર્ડની એક્ઝામમાં ધોરણ 10 નું પેપર વિદ્યાર્થીઓને અઘરું લાગ્યા બાદ રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગેની તપાસ કરવા અને નબળા વિદ્યાર્થીઓને ગ્રેસિગ માર્ક્સ આપવા કે નહીં તે અંગે આવનારી બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
ધોરણ 10 નું ગણિતનું પેપર અઘરું હોવાથી તેમજ ઘણા પેપરો અભ્યાસક્રમ બહારના પુછાયા હોવાથી વિદ્યાર્થીઓએ અનેક ફરિયાદો કરી હતી. જેથી આ અંગે વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે.
બોર્ડની પરીક્ષા સમિતીના સભ્ય પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ બુધવારે ગણિતનું પેપર અઘરું હોવાની સાથે કેટલાય પ્રશ્નો પાઠ્યપુસ્તક બહારના છે એવની ફરીયાદો કરી હતી.
ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં ગણિતના પેપરમાં અઢી લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. ગણિતના નિષ્ણાંતોને પેપર ચકાસણી કરીને જણાવ્યું હતું કે આ પેપર સેંટિંગ કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબનું નથી.
બોર્ડની માર્ગદર્શિકા મુજબ 15 ટકા પેપર જ અઘરું પછી શકાય, આ કિસ્સામાં તેનો અમલ કરવામાં આવ્યો નથી.
આ કિસ્સામાં ચોથા ભાગના પ્રશ્નો ખૂબ અધરા હતા અને વિદ્યાર્થીઓના માઈન્ડ લેવલ બહારના હતા.
No comments:
Post a Comment
If you have any query, please let me know